'વિશ્વ માતૃભાષા દિવસ' નિમિતે ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના સયુંકત ઉપક્રમે આયોજન મોરબી : મોરબીમાં 'વિશ્વ માતૃભાષા દિવસ' નિમિતે ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના સયુંકત ઉપક્રમે આદર્શ નિવાસી શાળા (વિ.જા) કુમાર રફાળેશ્વર ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ લાવવા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૧/૦૨/૨૦૨૨ ના રોજ 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમ અંતર્ગત 'વિશ્વ માતૃભાષા દિવસ' નિમિતે ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના સયુંકત ઉપક્રમે આદર્શ નિવાસી શાળા (વિ.જા) કુમાર રફાળેશ્વર ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસન અંગે સમજ આપતા નિબંધ લખવામાં આવેલ હતા. તેમજ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન, તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવેલ હતી. તથા પી.એચ.સી. લાલપરના સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને વ્યસન જીંદગીમાં ક્યારેય ન કરવા અને પોતાના કુટુંબને વ્યસન મુક્ત બનાવવા માટે અનુરોધ કર્યો હતો. ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ અને અંતે શાળાના શિક્ષક એસ.બી.બારૈયા દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને પી.એચ.સી. લાલપરની આભારવિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ કરેલ હતો. આ કાર્યક્રમમાં પી.એચ.સી. લાલપરના સ્ટાફ દિલીપ દલસાણીયા પણ ઉપસ્થિત રહેલ હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..