મોરબી : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખરેડા તથા ડિસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ-મોરબી દ્વારા નીચી માંડલ ગામે તક્ષશિલા વિદ્યાલય ખાતે તમાકુ વ્યસન અંગે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિબંધ સ્પર્ધામાં 161 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ 3 ક્રમાંક પ્રાપ્ત કરનાર વિવિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર- નીચી માંડલના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મનિષાબેન મોરી, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-ઝીકીયારીનાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ધવલભાઈ એમ.સોલંકી, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમનાં ડો. આદર્શ કડીવાર, ડો. જિગીષા દસાડીયા તેમજ ફીમેલ હેલ્થ વર્કર જશુબેન પાતરીયા ઉપસ્થિત રહી તમાકુ-વ્યસન મુક્તિ માટે યોગ્ય સલાહ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગામના સરપંચ પ્રદીપભાઇ કુંડારીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય રમેશભાઈ ઓગણજાના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.