વનસ્પતિને ઓળખો નામના કાર્યક્રમમાં લોકોને અલગ અલગ વનસ્પતિના ઉપયોગ વિશે તલસ્પર્શી માહિતી આપી મોરબી : વિવિધ જાતની આર્યુવેદીક વનસ્પતિઓનો લોકો ઘરેઘરે ઉછેર કરે છે. પરંતુ આ વનસ્પતિઓના ગુણધર્મો વિશે લોકોને જરાય જ્ઞાન હોતું નથી.ખરેખર આ દુર્લભ વનસ્પતિઓમાં અસાધ્ય રોગો મટાડવાની ક્ષમતા રહેલી છે. આથી મોરબીમાં લોકો વનસ્પતિઓના ગુણધર્મો જાણે સમજે એ માટે પર્યાવરણ પ્રેમીએ વનસ્પતિને ઓળખો નામના કાર્યક્રમમાં લોકોને અલગ અલગ વનસ્પતિના ઉપયોગ વિશે તલસ્પર્શી માહિતી આપી હતી. મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સરદાર બાગ ખાતે તાજેતરમાં 100 વધુ વનસ્પતિઓની ઓળખ વિશે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વનસ્પતિ નિષ્ણાત અને પર્યાવરણ પ્રેમી જીતુભાઈ ઠક્કરે લોકોને 100 થી વધુ દુર્લભ વનસ્પતિઓનું જ્ઞાન આપ્યું હતું.જેમાં દવા કે જીવનમાં કોઈને કોઈ રીતે ઉપયોગમાં લેવાતી વનસ્પતિઓના ફોટા તેમજ દરેક ભાષામાં એના નામ અને ગુણધર્મો વિશે માહિતી આપી હતી. પર્યાવરણની જાગૃતિ માટે વર્ષોથી સક્રિય રહેલી મયુર નેચર કલબ દ્વારા લોકો વનસ્પતિ ઓળખી તેનો જીવનમાં ઉપયોગ કરી ખાસ કરીને જડીબુટ્ટી ગણાતી વનસ્પતિનો ઉપયોગ કરી રોગરહિત જીવન પ્રાપ્ત કરે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..