દેશમા નવા વેરિયન્ટના હાહાકાર વચ્ચે મોરબીમાં લાંબા સમય બાદ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર દોડતુંમોરબી : સમગ્ર દેશમા કોરોના વાયરસે ફરી માથું ઊંચક્યું છે ત્યારે મોરબી શહેરમા લાંબા સમય બાદ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતો થયો છે અને કોરોના પોઝિટિવ પુરુષની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સહિતની વિગતો મેળવાઈ રહી છે.મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના અંત્યત માહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતા 58 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા આ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવતા જિલ્લા આ વ્યક્તિને હાલમાં હોમ આઇસોલેશનમાં મૂકી આરોગ્ય વિભાગ દ્વારા ટ્રાવેલ્સ હિસ્ટ્રી સહિતની વિગતો મેળવવા દોડધામ શરૂ કર્યાનું બહાર આવ્યું છે.