મોરબી : મોરબી શહેરના માળીયા ફાટક ચાર રસ્તા નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે ચેકીંગ દરમિયાન રૂપિયા 10 લાખની ફોર્ડ એન્ડેવર કાર નંબર જીજે - 23 - બીએલ - 5151માં પસાર થતા આરોપી રાકેશ શિવલાલભાઈ વામજા ઉ.37 રહે.ઉમા ટાઉનશીપ, વિનાયક - બી એપાર્ટમેન્ટ વાળાને નશો કરેલી હાલતમાં ઝડપી લઈ કારમાંથી એક બિયરના ટીન સાથે ઝડપી લઈ કુલ રૂપિયા 10, 00,100ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી નશો ઉતારી દીધો હતો.