તેજસ્વી છાત્રોને સન્માનિત કરાયા, બાળકોએ અવનવી કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યાટંકારા : નેકનામ ખાતે ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભોરણીયા પરિવારનું પ્રથમ સ્નેહ સંમેલન યોજાયું હતું. પરિવારના મહાનુભાવો, શ્રેષ્ઠીઓ તેમજ પરિવારના જ ફરજ નિવૃત્ત આર્મીમેન દ્વારા માતાજીના ચરણે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમ શરૂ થયો હતો.જેમાં ભોરણિયા પરિવારના અભ્યાસમાં ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તથા વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર યુવાનોને મહાનુભાવોના હસ્તે શિલ્ડ તથા પ્રોત્સાહક ઈનામો આપી સન્માનિત કરાયા હતા. વિદ્યાર્થીઓને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ અને યશસ્વી બનાવવા મધુસૂદનભાઈ ભોરણિયા (C. A.) તથા મનસુખભાઈ પી. ભોરણિયાએ જરૂરી માર્ગદર્શન અને પ્રેરણાદાયી પ્રવચન આપી પ્રોત્સાહિત કર્યા હતા.ફુલગુલાબી ઠંડીમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાની અવનવી કૃતિઓ રજૂ કરી ઠંડીમાં ઉષ્મા આપી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા દીધા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ, સર્વે ટ્રસ્ટીઓ તથા નેકનામ , હમીરપર , રોહિશાળા ત્રણેય ગામના સ્વયં સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત આમરણ , જોડિયા, નાની બરાર, કેરાળા , ભક્તિનગર, નારણકા, ટીંબડી, બંગાવડી , બોડીઘોડી, સખપર, દેવળિયા, ચાંચાપર ,જોધપર, મોટા ખિજડિયા, ખજુરડા, થાણાપીપળી ગામના પરિવારોની ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રવીણભાઈ ભોરણિયા (નાની બરાર) કર્યું હતું. સ્વાગત પ્રવચન ભીખાભાઈ પી. ભોરણિયાએ કરી સૌને આવકાર્યા હતા અંતે હરિભાઈ પી. ભોરણિયાએ આભારવિધિ કરી કાર્યક્રમને સંપન્ન કર્યોં હતો.