આલેખન: ડો. ભાવેશ જેતપરિયાसत्यं ज्ञानम् अनतम्મોરબીને બહુરત્ના વસુંધરા કહેવામાં આવે છે. અહીં સિરામિકના ઉદ્યોગની ધમધમતી ભઠ્ઠીઓ છે, ઉદ્યમનો પરસેવો છે અને સાથોસાથ સરસ્વતીની સાધના પણ છે. ઉદ્યોગ, ઉદ્યમ અને શિક્ષણ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ જ્યાં થયો છે એવી આ ખમીરવંતી ધરતીએ અનેક પ્રાણવંત પ્રતિભાઓ આપી છે, જેમણે પોતાના કર્મથી પમરાટ પાથર્યો છે. આ જ ધરતીના એક અણમોલ રત્ન એટલે પ્રો. ડી. કે. પંડ્યા એટલે દુર્ગાપ્રસાદ કેશવલાલ પંડ્યા. નામ પ્રમાણે જ દુર્ગાના પ્રસાદ જેવા પવિત્ર, તેજસ્વી અને માયાળુ. તેમનું નામ આજે પણ મોરબીના હજારો વિદ્યાર્થીઓના હૃદયમાં એક દીવા સમાન ઝળહળે છે. A true teacher is the guardian of cultureसंस्कार: सर्वस्व भूषणम्પ્રો. દુર્ગાપ્રસાદભાઈનો જન્મ તા. ૧-૧૦-૧૯૩૭ ના રોજ મોરબીમાં થયો હતો. જન્મભૂમિ અને કર્મભૂમિ બંને મોરબી. પિતાશ્રી કેશવલાલ પંડ્યા અને માતુશ્રી ત્રિવેણીબેનના આઠ સંતાનો ચાર દીકરા અને ચાર દીકરીઓમાં તેઓ ચોથા ક્રમના સંતાન હતા. સંયુક્ત પરિવારના સંસ્કારો તેમને ઘરમાંથી જ ગળથૂથીમાં મળ્યા હતા. એક જ ચૂલે રંધાતું ભોજન, એક જ આંગણામાં રમતા ભાઈ બહેનો, વડીલોની આમન્યા અને નાનાઓ પ્રત્યે વાત્સલ્ય. સહનશીલતા, સહકાર અને સહભાગીતા આ ત્રણ મૂલ્યો તેમના વ્યક્તિત્વના પાયામાં રહ્યા. એ સંસ્કારો જ આગળ જતાં તેમના વર્ગખંડમાં અને જ્ઞાતિ સેવામાં પ્રતિબિંબિત થયા. તેમણે શીખવ્યું કે ઘર કોઈ ઈમારત નથી, સંસ્કારનું તીર્થ છે જ્યાં દરેક સભ્ય એકબીજાનો દીવો બનીને જીવે છે. The family is the first school of valuesसात्विक जीवनम उच्च विचारम्તેમણે પ્રાથમિક શિક્ષણ મોરબી અને જૂનાગઢમાં લીધું. હાઈસ્કૂલનું શિક્ષણ મોરબીની પ્રતિષ્ઠિત ધી. વી. સી. હાઈસ્કૂલમાં લીધું. આ જ શાળા તેમના જીવનનો સાચો વળાંક બની. અહીં તેમને સમૃદ્ધ, વિદ્વાન અને નિષ્ઠાવાન શિક્ષકો મળ્યા. તેમના સાનિધ્ય, તેમની વાણી અને તેમની મહેનતે તેમનામાં સુપ્ત પડેલી પ્રતિભાને જગાડી. મેટ્રિક થયા પછી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી તેમણે ગુજરાતી વિષય સાથે બી.એ. અને બી.એડ્. ની ડિગ્રી મેળવી. કોલેજકાળમાં નિષ્ઠા અને પરિશ્રમનો રંગ એટલો ઘેરો ચડ્યો કે તેઓ ત્યાં અટક્યા નહીં. આગળ અભ્યાસ ચાલુ રાખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે એમ.એ. ની પદવી પ્રાપ્ત કરી. ગુજરાતી ભાષા અને સાહિત્ય તેમના શ્વાસમાં વસી ગયું હતું. Simple living, high thinking is the ornament of a scholar.विद्वत्वं च नृपत्वं च नैव तुल्यं कदाचनસંપૂર્ણ લાયકાત સાથે વર્ષ ૧૯૬૨ થી શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબીમાં અધ્યાપક તરીકેની કારકિર્દીનો પ્રારંભ થયો. અને ૧૯૯૭ માં નિવૃત્ત થયા ત્યાં સુધી સતત પાંત્રીસ વર્ષ સુધી તેમણે આ સંસ્થામાં જ્ઞાનની જ્યોત પ્રગટાવી. અધ્યાપક, અધ્યક્ષ અને સંસ્થાને જરૂર પડી તો આચાર્ય તરીકે પણ સેવા આપી. તેમની સેવા એ માત્ર નોકરી ન હતી, તે એક તપસ્યા હતી, એક સાધના હતી. કોલેજનાં પટાંગણમાં, વર્ગખંડની દીવાલોમાં અને વિદ્યાર્થીઓના હૃદયમાં તેમનું નામ એક આદરણીય વ્યક્તિ તરીકે અંકાયેલું છે. ગુજરાતી વિષયમાં બે જ અધ્યાપક હતા, એટલે ફાઇનલ વર્ષમાં બે લેક્ચર તો ખરા જ, પણ જો સાથી અધ્યાપક ગેરહાજર હોય તો સતત ત્રણ લેક્ચર સુધી તેમનું અધ્યાપન અથાક ચાલતું. થાક શબ્દ તેમના શબ્દકોશમાં નહોતો. તેમનામાં એક ઉત્તમ કેળવણીકારના તમામ ગુણો સાકાર થયા હતા વાત્સલ્યમૂર્તિ, સંવેદનશીલ, કરુણામૂર્તિ અને સમયપાલનના ચુસ્ત આગ્રહી હતા. Scholarship and kingship can never be compared, scholarship is superiorविद्या ददाति विनयंતેમનો મુખ્ય વિષય ગુજરાતી હોવાથી તેમની સાથે મારે ૧૯૭૮-૮૦ દરમ્યાન સતત ત્રણ વર્ષ સુધી ઘરોબો રહ્યો હતો. તે ત્રણ વર્ષ એ ત્રણ વર્ષ ન હતા, તે જીવન ઘડતરનો મુખ્ય પડાવ હતો. તેઓ ક્લાસરૂમમાં પ્રવેશે એટલે પહેલા મીઠા શબ્દોમાં કહે 'મિત્રો !' આ એક જ શબ્દથી વિદ્યાર્થીઓના મનમાં રહેલો પ્રોફેસરનો ભય, ડર, અંતર હળવો થઈ જાય. બુલંદ અવાજ, અસ્ખલિત વાણી, ગૌર વર્ણ, હસતો મોહક ચહેરો, સાદો સિમ્પલ પહેરવેશ, સૂટ-બૂટ-ટાઈનો પ્રભાવક બાહ્ય કોઈ દેખાડો નહીં કે જરા પણ ઠાઠ નહીં. ક્યારેક બસમાં આવે, ક્યારેક મોરબીના પ્રખ્યાત ઝૂલતા પુલ પરથી ચાલીને આવે. તેમની ચાલમાં સાદગી હતી, વ્યક્તિત્વમાં સૌમ્યતા હતી. તેઓ ભણાવવા આવતા સાથે જીવનની ખુશ્બુ વહેંચવા આવતા હતા. True knowledge brings humility and generosityवाणी हि प्राणो विदुषाम्વર્ગમાં આવીને 'આજના લેક્ચરનો વિષય' કહીને શરૂઆત કરે. હાથમાં પુસ્તકો, ચોક અને ડસ્ટર ટેબલ પર મૂકે, પણ તેનો બહુ નહિવત્ ઉપયોગ કરતા. પછી શરૂ થાય અખંડ વાણીનો પ્રવાહ. એ વાણી અટકે નહીં, અખંડ ધારે વહ્યા કરે. કાવ્યસંગ્રહ હોય કે નવલકથા, તેમણે ક્યારેય ટેક્સ્ટબુક ખોલીને જોયું નથી. પૂરી તૈયારી કરીને આવે. મધ્યકાલીન કે અર્વાચીન સાહિત્યનો ઇતિહાસ હોય, ભાષાવિજ્ઞાન હોય કે સાહિત્યના સિદ્ધાંતો હોય, ક્લાસમાં પુસ્તક ખોલ્યું નથી, બધું મોઢે. જાણે સરસ્વતી તેમની જીભ ઉપર જ બેઠી હોય. તેમનાં લેક્ચરમાં ટુ ધ પોઈન્ટ વાત હોય, કોઈ આડી અવળી વાતો નહીં. તેઓ વર્ગમાં માત્ર પાઠ ન ભણાવતા, જીવન જીવવાનાં રહસ્યો ખોલી આપતા. ગુજરાતી ભાષા પર તેમનું અદ્ભુત પ્રભુત્વ હતું. શબ્દ તેમના માટે હથિયાર નહોતો, સાધના હતી. ભાષાવિજ્ઞાન પર ગજબની પકડ, વિષયનું ઊંડું જ્ઞાન અને સરળ અભિવ્યક્તિ આ ત્રિવેણીને કારણે તેમનો વર્ગખંડ એક યજ્ઞશાળા બની જતો, જ્યાં દરેક વિદ્યાર્થી જ્ઞાનનો હિસ્સો લઈને જ ઘરે જતો. Knowledge flows best when it is lived, not just taughtगुरुर्ब्रह्मा गुरुर्विष्णुःતેમની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેઓ વર્ગમાં બેઠેલા દરેક વિદ્યાર્થીને ઓળખી જતા. કોણ ટાઈમકઢુ છે, કોણ માત્ર પરીક્ષાર્થી છે, કોણ સાચો વિદ્યાર્થી છે અને કોણ અભ્યાસુ છે, એવું મનોમન વર્ગીકરણ કરીને જે પાત્રને જે જરૂરિયાત હોય તે મુજબ આપતા એટલે સર્વપ્રિય રહ્યા હતા.શજેને માત્ર પાસ થવું હોય તેને પ્રેમથી જે કંઈ આઈ.એમ.પી. હોય તે ટીક કરી આપે, કોઈ જિજ્ઞાસુ હોય તો તેના માટે લોબીમાં, સ્ટાફરૂમમાં અને લાયબ્રેરીમાં ગોષ્ઠિ કરે. કોઈમાં ભાવિ અધ્યાપક દેખાય તો તેને ઘેર બોલાવીને વિશેષ માર્ગદર્શન...