નશાબંધી ખાતા દ્વારા આયોજિત સ્પર્ધામાં 12 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો: નશાના દુષ્પરિણામો અંગે માર્ગદર્શન અપાયુંમોરબી અપડેટ: મોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજ ખાતે 28 સપ્ટેમ્બરના રોજ નશાબંધી ખાતાના ઉપક્રમે 'નશો એક આધુનિક યમદૂત' વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કોલેજની કુલ 12 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિષય અનુરૂપ વિચારો રજૂ કર્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન કોલેજની વિદ્યાર્થીની નિધિબેન દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રા. તેજલબેન નસીત અને પ્રા. રાજેશભાઈ ઠાકોરે ફરજ બજાવી હતી. કાર્યક્રમમાં નશાબંધી ખાતાના અધિકારી નિધિબેન મેદપરા અને પંકજભાઈ મોલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને જૂથ ચર્ચા કરી નશાના વિવિધ પ્રકારો, તેના ભયાનક દુષ્પરિણામો અને ઉજ્જવળ કારકિર્દી ઘડવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ તકે કોલેજના પ્રિન્સિપાલ મોનિકાબેન મરવાણીયા અને પ્રાધ્યાપક અમિતભાઈ પરમારે પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓમાં નશાથી દૂર રહી સ્વસ્થ ભવિષ્યના નિર્માણ માટેની જાગૃતિ કેળવવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #JAPatelMahilaCollege #ElocutionCompetition #AntiAddiction #YouthAwareness #ProhibitionDepartment