મોરબી : શનાળાના એક દુકાનદારે ઇલેક્ટ્રિક બિલ સમયસર ન મળતું હોવાની ફરિયાદ પી.જી.વી.સી.એલ.ને કરી છે. શનાળામાં નીલકંઠ શોપિંગમાં દુકાન ધરાવતા પ્રકાશ ગોવિંદભાઇ કંઝારિયાએ PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના નાયબ ઈજનેરને રજૂઆત કરવામાં આવી છે કે તેઓની દુકાનનું બિલ સમયસર મળતું નથી. તેમજ તેની તપાસ કચેરીએ કરવામાં આવી ત્યારે તેઓની સ્ટાફના વ્યક્તિ (ગૌરવસિંહ જાડેજા) સાથે ખરાબ ભાષા બોલી ગેરવર્તન કરવામાં આવ્યું હતું. તેમજ ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી. આ ઉપરાંત, 6/02/2020 એ ત્રણ મહિના પૂરા થતા હોવા છતાં બિલ મળ્યું નથી. તેમજ બિલ મોડું મળતું હોવાથી બિલ ભરવાની છેલ્લી તારીખ જતી રહે પછી બિલ ભરવામાં આવે તો ચાર્જ વસુલવામાં આવે છે. આથી, પ્રકાશભાઈ દ્વારા બિલ સમયસર મળે તે માટે યોગ્ય પગલાં લેવા માંગણી કરાઈ છે.