રક્ષાબંધનના દિવસે જ આરોપીઓએ પરિવાર પર હથિયારો સાથે હુમલો કર્યો હતો : મૃતકની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાઇહળવદ : હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા અને લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા યુવાનને ગામના જ શખ્સ સાથે નવી ગાડી લીધી છે તો શું સિન સપાટા કરે છે કઈ ઝઘડો કર્યો હતો.જોકે આરોપી આટલે થી ન અટકી બાદમાં એક મહિલા સહિત ચાર શખ્સોએ યુવાનના ઘેર જઈને હુમલો કરી આખા પરિવારને માર મારવામાં આવ્યો હતો.જેમાં મોરબી સારવારમાં રહેલા મહિલા વૃદ્ધનું મોડી રાત્રિના મોત નીપજ્યું છે.જેથી હાલ મૃતકની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાય હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવમાં જાણવા મળતી વિગતો મુજબ ગત તારીખ 30 ના રોજ રક્ષાબંધનના દિવસે મોડી સાંજે હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા લેબર કોન્ટ્રાક્ટર સંજયભાઈ દેવશીભાઈ સુરેલા ગામમાં દુકાને બેઠા હતા ત્યારે આરોપી વિક્રમભાઈ મૂળજીભાઈ ફીસડિયા દુકાને ધસી આવ્યો હતો અને સંજયભાઈને કહ્યું હતું કે તે નવી ગાડી લીધી છે એમાં ગામમાં શું સીન સપાટા મારે છે.? તેમ કહી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો જેથી સંજયભાઈ ઘરે ચાલ્યા ગયા હતા.જોકે બાદમાં આરોપી વિક્રમભાઈ મૂળજીભાઈ ફિસડીયા,ચંદ્રિકાબેન વિક્રમભાઈ કોળી,વિરમભાઈ મૂળજીભાઈ કોળી અને પફાભાઈ દિનેશભાઈ કોળી રહે બધા રણછોડગઢ વાળા સંજયભાઈના ઘેર ઝઘડો કરવા ગયા હતા અને સંજયભાઈના ભાભી માનુંબેન,ભત્રીજો જયદીપ અને માતા પ્રેમીલાબેન સહિતનાઓ ઉપર ધાર્યા અને ધોકા વડે ઈજાઓ કરવામાં આવી હતી જેમાં ઇજાગ્રસ્તોને હળવદ ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા.આ બનાવમાં ગત રાત્રિના મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં રહેલ પ્રેમીલાબેન દેશીભાઈ સુરેલા ઉંમર વર્ષ 69નું મૃત્યુ નીપજ્યું છે.જેથી પરિવારજનો આરોપીઓ સામે પોલીસ હત્યાનો ગુનો દાખલ કરે તેવી માંગ કરી રહ્યા છે.જોકે બનાવ ગંભીર જણાતા મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતકની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.બીજી તરફ આ મારામારીની ઘટનામાં સંડોવાયેલ આરોપીઓને પણ પોલીસે ઝડપી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.