મોરબી : રાજકોટ- મોરબી હાઇવે ઉપર ભક્તિનગર સર્કલ પાસે આજે ચાલીને રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને મોટા વાહને હડફેટે લેતા ઘટના સ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત વિગત અનુસાર મૂળ જીવાપર ગામના અને હાલ મોરબી રહેતા કાલરીયા જસમતભાઈ કેશવજીભાઈ (ઉ.વ.68) મોરબીના ભક્તિનગર સર્કલ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન કોઈ મોટા વાહને તેઓને હડફેટે લેતા ઘટના સ્થળે જ તેઓનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેમના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. મોરબી સિટી એ ડિવિઝન પોલીસને બનાવ અંગે જાણ કરાતા તેઓએ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.