ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના મિતાણા ગામે બેકાબુ કાર ચાલકે પગપાળા જતા વૃદ્ધને હડફેટે લઈ મૃત્યુ નિપજાવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.16ના રોજ મોરબી - રાજકોટ હાઇવે ઉપર મિતાણા ગામના ઝાપા પાસે પગપાળા જઈ રહેલા ભગુભાઈ ગોગરા નામના વૃદ્ધને પુરપાટ ઝડપે બેકાબુ બનીને આવતી જીજે - 01 - આરએક્સ - 2064 નંબરની આઇટેન કારના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા ભગુભાઈનું મૃત્યુ નિપજતા મૃતકના પુત્ર વિક્રમભાઈ ભગુભાઈ ગોગરાએ ટંકારા પોલીસ મથકમાં આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.