તા.11ના રોજ સર્જાયેલા અકસ્માત અંગે મૃતક વૃધ્ધના પુત્રએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ટંકારા : રાજકોટ-મોરબી હાઇવે ઉપર હરીપર ગામના પાદરમાં પુરપાટ ઝડપે આવતા કાર ચાલકે વૃઘ્ધને હડફેટે લઇ શરીર ઉપર કાર ફેરવી દેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા વૃઘ્ધનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - રાજકોટ હાઇવે ઉપર ટંકારા તાલુકાના હરીપર (ભૂત કોટડા) ગામના પાદરમાં GJ-36-R-4437 નંબરની કારના ચાલકે તા.11ના રોજ સાંજના સમયે પરસોતમભાઇ ઉમીયાશંકર દવે ઉ.87 નામના વૃઘ્ધને હડફેટે લઈ બન્ને પગ તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા પરસોત્તમભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના મોરબી રહેતા પુત્ર જયેશભાઇ પરસોતમભાઇ દવેએ કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.