માળીયા તાલુકાના ખીરઈ ગામની ઘટના માળીયા : માળીયા તાલુકાના ખીરઈ ગામે રહીને ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારના વૃદ્ધને દારૂ પીવાની કુટેવ હોય પુત્રએ દારૂ પીવાની ના પાડતા માઠું લાગી જવાથી વદ્ધે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના ખીરઈ ગામે ઉસ્માનભાઇ મીયાણાની વાડીએ રહી મજૂરી કામ કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખડલા ગામના વતની પાંગલીયાભાઇ જરખાભાઇ ભીલ ઉ.વ.૬૦ને દારૂ પીવાની કુટેવ હોય તેમના પુત્ર રૂવજીભાઈએ દારૂ પીવાની ના પાડતા વૃદ્ધને લાગી આવ્યું હતું અને ઝેરી દવા ગટગટાવી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..