મોરબી : પ્રધાનમંત્રી રાઈઝિંગ સ્કૂલ ઓફ ઈન્ડિયા માટે પસંદ પામેલી મોરબીની તાલુકા શાળા નંબર 2ના ધોરણ 6 થી 8ની વિદ્યાર્થિનીઓ માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થિનીઓ શિક્ષણના સિદ્ધાંત દ્વારા પ્રકૃતિવાદ, વાસ્તવવાદ, અનુભવ દ્વારા શિક્ષણ મેળવે તેવા પ્રયાસના ભાગરૂપે તાલુકા શાળા નંબર 2ના ધોરણ 6 થી 8ની વિદ્યાર્થિનીઓ માટે શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થિનીઓને જામનગર જિલ્લામાં આવેલા નરારા ટાપુમાં દરિયાઈ જીવસૃષ્ટિ અને ઓક્ટોપસ, જેલ ફિશ, ઢોંગી માછલી, કરચલા, સમુદ્રી કાકડી, સ્ટાર ફિશ, કોરોન, મેગ્રુંવ, જુદી જુદી પ્રકારની લીલ, સમુદ્રી નાના જીવો વગેરેનું વાસ્તવિક અનુભવજન્ય શિક્ષણ મેળવીને વિદ્યાર્થિનીઓ ખુશ થઈ હતી. તથા આરાધના ધામની મુલાકાત દરમિયાન મહાન સમાજ સુધારક અને વ્યસનથી થતી આડઅસર અને સાદું જીવન જૈવિક રસાયણ વગરનો શુદ્ધ ખોરાક ખાવો જોઈએ સહિતની જાણકારી મેળવવામાં આવી હતી. રિલાયન્સ મોલમાં બજાર, માંગ, ભાવ અને માર્કેટિંગનો અનુભવ વાસ્તવમાં મેળવ્યો. આમ આ પ્રવાસના આયોજનથી વિદ્યાર્થિનીઓને ભાર વગરનું ભણતર પ્રાપ્ત થયું હતું. પ્રવાસને સફળ બનાવવા પ્રહલાદભાઈ, સ્વાતિબેન, નફિસાબેન વગેરે શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.