'વ્યસન વ્હારે વિનાશ' , 'નશો નાશનું મૂળ છે' જેવા વિષય પર સ્પર્ધા યોજાઇ મોરબી : નશાબંધી અને આબકારી,રાજકોટ/મોરબીના અધિક્ષક ભાવિન જે.મોલેરા તથા ઈ/મા કચેરીના સંયુક્ત ઉપક્રમે જે. ઓ.પટેલ મહિલા કોલેજ ખાતે વિધાર્થીઓ માટે અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વ્યસન મુક્તિના વિષયો પર સ્પર્ધા યોજાઇ હતી.વિજેતાઓને ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. નશાબંધી અને આબકારી,રાજકોટ/મોરબીના અધિક્ષક ભાવિન જે.મોલેરા તથા ઈ/મા કચેરી અધિક્ષક પૃથ્વીરાજસિંહ જાડેજાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ તા.૨૨ના રોજ જે. ઓ.પટેલ મહિલા કોલેજ - મોરબીના સંયુક્ત ઉપક્રમે વિધાર્થીઓ માટે અવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા વક્રતૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૫૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.વધતી જતી સમસ્યા જેવી કે 'વ્યસન વ્હારે વિનાશ' , 'નશો નાશનું મૂળ છે' જેવા વિષયને ભારપૂર્વક વર્ણવી લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા નશાબંધી અને આબકારી રાજકોટ/મોરબીના ઇન્સ્પેકટર શર્મિલાબેન મોરી તેમજ નશાબંધી પ્રચારક શાંતિલાલ ચાનપુરાએ હાજરી આપી માર્ગદર્શન આપી સ્પર્ધક વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. કોલેજના આચાર્ય ડો. પ્રફૂલ્લભાઈ પટેલ દ્વારા વ્યસનમુક્તિ સંદેશો આપવામાં આવેલ હતો.તેમજ સમગ્ર કાર્યક્રમમાં અફ્લ સંચાલન વનીતાબેન પટેલ (મોરબી જિલ્લા NSS કો. ઓર્ડી.) દ્વારા પણ દીકરીઓને સંસ્કાર અને વ્યસનમુક્તિ વાહક તરીકે ફરજ બજાવવા અનુરોધ કરેલ હતો.કાર્યક્રમને અંતે નશાબંધી પ્રચાર કરી શાંતિલાલ ચાનપુરા દ્વારા દરેકને વ્યસનમુક્તિ પ્રતિજ્ઞા લેવરાવી કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો.