મોરબી : તાજેતરમાં જે.એ. પટેલ મહિલા કોલેજ ખાતે ડી.એલ.એસ.એ. મોરબી દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે પોક્સો અને રેગિંગ કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજયો હતો. જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી બી.એસ.ગઢવી હાજર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન મહિલા પી.આઈ. મોરબી લખધીરકા અને સખી વન સ્ટોપ સેન્ટરના વડા પ્રવિણાબેન પંડ્યા તથા તેમના સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું હતું. પી.એલ.વી. અને જુનિયર એડવોકેટ નિશિથ ઘેટીયા અને આશિષ ચાવડાએ કાયદાનું જ્ઞાન આપ્યું હતું. કાર્યક્રમમાં સર્વોચ્ચ અદાલતે 2018ની ફોજદારી અપીલ નંબર 394 સાથે 2017ની ફોજદારી અપીલ નંબર 1153માં પસાર કરવામાં આવેલ. 13/06/2018ના ચુકાદામાં સમાવિષ્ટ દિશા નિર્દેશો અંગેની માહિતી વિગતવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત પોકસો કાનૂન અને રેગિંગને લગતી જોગવાઈઓની પણ માહિતી આપવામા આવી હતી. પોકસો એક્ટની જાગૃતિ અને નિર્ભયા બ્રિગેડને લગતો બીજો કાર્યક્રમ પણ એ જ કેમ્પસમાં યોજાયો હતો. જેમાં નિર્ભયા બ્રિગેડની રચનાની માહિતી આપવામાં આવી હતી. પી.આઈ.(મહિલા પોલીસ સ્ટેશન ઓફિસર), સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા માહિતીપ્રદ વિગતો આપવામાં આવી હતી.