મોરબી: આજે તારીખ 4 જાન્યુઆરીના રોજ બપોરે 3 કલાકે દિપ્તી હેલ્થ સેન્ટર મોરબી ખાતે ડે-એન.યુ.એલ.એમ. વિભાગ દ્વારા નવજીવન ટ્રસ્ટ મોરબી સાથે સંકલન કરી 'Gender base discrimination and violence' (જાતિ આધારિત ભેદભાવ અને વાયોલેશન) વિષય પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ 150 જેટલા સખીમંડળના બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં એન.યુ.એલ.એમ ટીમ તેમજ નવજીવન ટ્રસ્ટની ટીમ સાથે મળી જુદા જુદા વિભાગના અધિકારીઓને આમંત્રીત કરી કાર્યક્રમ સફળ બનાવવા પ્રયાસ કરાયો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી પોલીસ બેઈઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક તથા તેમની ટીમ, નારી અદાલતના કાઉન્સેલર, 1098 હેલ્પ લાઇનના કાઉન્સેલર, જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી, ટી.આઈ.સી.સી પ્રોજેક્ટના પ્રોજેક્ટ મેનેજર, સિનિયર સિટીઝન હેલ્પલાઇન 14567ના ફિલ્ડ ઓફિસર, સહિત મહાનુભાવોએ વિષય સંબંધી તથા પોતાના વિભાગની સેવા સંબંધિ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમની રૂપરેખા એન.યુ.એલ.એમ. મેનેજર દ્વારા અને આભાર દર્શન ટ્રસ્ટના હેડ સીસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું.