ધોરણ 8 થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી 60 ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રોત્સાહિત કરાયામોરબી અપડેટ: દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તારીખ 2 ઓક્ટોબર, 2026 ના રોજ વ્યાસ જ્ઞાતિની વાડી ખાતે આ કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો.આ સન્માન સમારોહમાં ધોરણ 8 થી 12 તેમજ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં 60 ટકાથી વધુ ગુણ મેળવનાર જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવા શિલ્ડ, પ્રમાણપત્ર, પાણીની બોટલ, ફોલ્ડર ફાઇલ, પેન બોક્સ અને કંપાસ બોક્સ સહિતની ભેટ આપવામાં આવી હતી. આ સાથે જ પેંડા આપી મોઢું મીઠું કરાવીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા સહિત જ્ઞાતિના આગેવાનો અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને અભ્યાસમાં સતત પ્રગતિ કરતા રહેવા તથા સમાજ અને પરિવારનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી.વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને નવી પેઢી ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધે તેવા ઉમદા હેતુ સાથે જ્ઞાતિ દ્વારા દર વર્ષે આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના કારોબારી સભ્યો તેમજ યુવા ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #VyasSamaj #StudentFelicitation #Education #MorbiNews #BrightStudents