ત્રણ નરાધમો વિરુદ્ધ ગરબી આયોજકે ફરિયાદ નોંધાવીવાંકાનેર : વાંકાનેર તાલુકાના ઠીકરિયાળા ગામે પ્રાચીન ગરબીમા રાસ ગરબા રમતી બાળાઓની વચ્ચેથી ત્રણ - ત્રણ વખત બાઈક પસાર કરી ત્રણ નરાધમ શખ્સોએ છેડતીનો પ્રયાસ કરી ગરબી આયોજકને છરી બતાવી ઢીકા પાટુનો માર મારતા આ ગંભીર બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઠીકરિયાળા ગામે રામજી મંદિર ચોકમાં પ્રાચીન ગરબી યોજાતી હોય તા.8ના રાજ રાત્રીના બાળાઓ રાસ ગરબા રમતી હતી ત્યારે આરોપી હર્ષદ રાજાભાઈ નાકિયા રહે.ઠીકરિયાળા, દેવ ડાભી રહે.કુવાડવા અને અન્ય એક અજાણ્યા શખ્સે પોતાનું બાઈક ત્રણ વખત રાસ ગરબા રમતી બાળાઓ વચ્ચે નાખી બાળાઓની છેડતી કરવા પ્રયાસ કરતા ગરબી મંડળના સભ્ય અશ્વિનભાઈ ગેલાભાઈ માંડાણીએ ત્રણેય શખ્સોને રોકતા આરોપી દેવ ડાભીએ છરી બતાવી ત્રણેય આરોપીઓએ ઢીકા પાટુનો માર મારતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.