મોરબી : મોરબી મિત્ર સાથે મોટર સાયકલમાં નીકળેલા યુવાનને ગાળો આપી ચાર શખ્સોએ લોખડના પાઇપથી હુમલો કર્યો હતો. યુવાને આ બનાવની ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 8 માં રહેતા એજજભાઈ નૂરમામદભાઈ જામ ઉ.વ.21 નામનો યુવાન તેના મિત્ર સાથે તા.30 જાન્યુઆરીએ સાંજના સમયે મોટરસાઇકલમાં વાવડી રોડ પર માધાપર બાજુ હનુમાનજીના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ત્યાં રહેલા જીજ્ઞેશ ભરવાડ, જિવણ ભરવાડ અને બે અજાણ્યા શખ્સોએ યુવાનને કાઈ કહ્યા વગર જેમ મનફાવે તેમ ગાળો આપી લોખડના પાઇપથી તેના પર હુમલો કર્યો હતો.જેમાં યુવાનના માથાના ભાગે ઇજા પહોંચી હતી.બાદમાં આજે યુવાને આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી આરોપીઓને ઝફપી લેવાની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en