એક શખ્સે યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીના મોડપર ગામ પાસે જુના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં એક શખ્સે યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયાના કુંતાસી (રાજપર) ગામે રહેતા હરેશભાઈ ગોવાભાઈ બાબરીયા (ઉ.વ-૧૮)એ તે જ ગામના શખ્સ અજયભાઈ ધનજીભાઈ બાબરીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૦ના રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યે યુવાન મોડપર ગામના પાટીયાથી થોડે દુર આવેલ સિધ્ધેશ્વર મહાદેવના મંદીર પાસે હતો. ત્યારે આરોપીએ ફરીયાદી સાથે અગાઉ થયેલ ઝઘડાનુ મન:દુખ રાખી ફરીયાદી સાથે બોલાચાલી કરી જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકા પાટુનો માર મારી તથા ફરીયાદીના ડાબા હાથમા લાકડી મારી ફેકચર જેવી ગંભીર ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate