મોરબીના નાની વાવડી પ્રાથમિક શાળાના શિક્ષકના અકાળે અવસાનથી પરિજનો સ્તબ્ધમોરબી : નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે મોરબીની નાની વાવડી માધ્યમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકને બેડમિન્ટન રમ્યા બાદ હાર્ટ એટેક આવતા ઢળી પડયા બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીનાં નાની વાવડી ગામે માધ્યમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા મૂળ ખરેડા ગામના વતની અને હાલમાં નાની વાવડી ગામે રહેતા દીપકભાઈ દલપતરામ ભાઈ વૈષ્ણવ ઉ.47નું ગઈકાલે રાત્રે બેડમિન્ટન રમ્યા બાદ હૃદય રોગનો હુમલો આવતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમને મૃત જાહેર કરવામાં આવતા વૈષ્ણવ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.