મોરબી : મોરબીની આર. ઓ. પટેલ મહિલા કોલેજમાં ભવ્ય કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કલામહોત્સવના આયોજન પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓમાં રહેલી સુષુપ્ત કળાને ઉજાગર કરવાનો હતો. કલા મહોત્સવમાં કોલેજની આર્ટ્સ વિભાગની, કોમર્સ વિભાગની તથા બી.સી.એ. વિભાગ સહિતની કુલ 400 જેટલી વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કલા મહોત્સવમાં જુદી જુદી 16 સ્પર્ધાઓમાં ચિત્ર સ્પર્ધા (સ્કેચ), ચિત્ર સ્પર્ધા (પેઇન્ટિંગ, થીમ - ગ્રીન એનર્જી), વુલન આર્ટ, સ્વરચિત કાવ્યલેખન, મહેંદી સ્પર્ધા (ટ્રેડિશનલ), મહેંદી સ્પર્ધા (ફેન્સી), ગ્રીટિંગ્સ કાર્ડ, લીપન આર્ટ, મટકી ડેકોરેશન, સલાડ ડેકોરેશન, હેર સ્ટાઈલ ડેકોરેશન, વેસ્ટમાંથી બેસ્ટ, હેન્ડરાઇટિંગ (Cursive), હેન્ડરાઇટિંગ (ગુજરાતી લેખન), વક્તૃત્વ સ્પર્ધા અને નેઈલ આર્ટ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થિનીઓને કોલેજ તરફથી કલા મહોત્સવ 2023નું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું તથા જુદી જુદી 16 સ્પર્ધાઓમાં 56 જેટલી વિદ્યાર્થિનીઓનો ટોપ 3માં સમાવેશ થયો હતો તેઓને શિલ્ડ આપવામાં આવ્યા હતા. સર્વે વિદ્યાર્થિનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, અધ્યક્ષ વલમજીભાઈ અમૃતિયા, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા, આર્ટસ વિદ્યાશાખાના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ મનહરભાઈ શુદ્રા તથા આર્ટ્સ, કોમર્સ તથા કમ્પ્યુટર સાયન્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિધાર્થિનીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.