હળવદ : હળવદના નવનિર્માણ વિદ્યાલય ખાતે કલરવ-2024ના નામે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.શાળાના વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં વર્ષ-2023ની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ અને દ્વિતિય તેમજ ચાલુ વર્ષની પ્રથમ પરીક્ષામાં પ્રથમ, દ્વિતિય નંબર પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ચાલુ વર્ષે શાળાકીય રમતોત્સવમાં ભાગ લઈ વિજેતા બનનાર 175 વિદ્યાર્થીઓને ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ આપીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના સંચાલકો અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, અશોકભાઈ ગેલોત સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય મહેશભાઈ મોરવાડીયા, કેતનભાઈ દવે તેમજ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.