મોરબી : મોરબી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા રીજીયન ઓફિસ દ્વારા કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબ્લીટી અંતર્ગત ત્રાજપર-3 આંગણવાડીમાં કામગીરી કરવામાં આવી હતી. જેમાં આંગણવાડી મકાનને અંદર-બહાર કલર કરાવી આપ્યો, પુસ્તકો અને જરૂરી વસ્તુ રાખવા માટે કબાટ, બાળકોને શીખવામાં મદદરૂપ થઈ શકે તે માટે 'સ્માર્ટ ટીવી 'બાળકો માટેની લર્નિંગ કીટ, ટાઈલ્સ રીપેરીંગ કરાવી આપવામાં આવી હતી. આ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ત્રાજપર-૩ આંગણવાડીના કર્મચારીઓએ એસબીઆઈ રીજીયન ઓફિસ મોરબીના સહાયક મુખ્ય પ્રબોધક પંકજ કુમારનો આભાર વ્યક્ત કર્યો હતો.