બાળકોને ફળ-સુખડી તથા સગર્ભા ધાત્રી માતાઓને કીટ અને THR વિતરણ કરાયું: ઉત્કૃષ્ટ કામગીરી બદલ આંગણવાડી અને આશા વર્કરોનું સન્માનમોરબી અપડેટ : બગથળા ગામે તાજેતરમા આંગણ મિલન સેવા ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહંત શ્રી દામજી ભગત, જિલ્લા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયતના સભ્યો , સુપરવાઈઝર શ્રી તેમજ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે આંગણવાડીના બાળકોને પોષણયુક્ત સુખડી અને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કિશોરીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આરોગ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને સગર્ભા માતાઓને MMY ની કીટ અને ધાત્રી માતાઓને THR (ટેક હોમ રાશન) નું વિતરણ કરવામાં આવ્યું હતું. ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર નાના ભૂલકાઓને પ્રફુલ્લાબેન મેરજા તરફથી ભેટ સ્વરૂપે પેન્સિલ કીટ આપવામાં આવી હતી.કાર્યક્રમના અંતે આરોગ્ય અને પોષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી બજાવનાર આંગણવાડી વર્કર, હેલ્પર અને આશા વર્કર બહેનોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #Bagathala #PoshanMaah #PoshanUtsav #Anganwadi #HealthAndNutrition