ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક આર્ય વિદ્યાલય સામે જીજે - 11 - ટીટી - 9786 નંબરના ટ્રક ચાલકે સરકારી એમ્બ્યુલન્સ નંબર જીજે - 18 - જી - 8697ની સાઈડ કાપી આગળ જઈ અચાનક બ્રેક મારી દેતા એમ્બ્યુલન્સ ટ્રકના ઠાઠામા ઘુસી જતા એમ્બ્યુલન્સ ચાલક શરીફભાઈ ઉષ્માનભાઈ સોલંકી રહે.મકરાણીવાસ મોરબી વાળાને સ્ટિયરિંગ પેટમાં ઘુસી જતા ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે ટંકારા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.