મોરબી : મોરબીના રવાપર કેનાલ ચોકડી પર ઓમ પાર્ટી પ્લોટથી કેનાલની એક સાઈડના રસ્તાને હાલ કામચલાઉ રીતે સમથળ કરવામાં આવ્યો છે.આ કેનાલની બાજીબાજુએ રોડનું કામ થવાનું હોય હાલ કેનાલની એક સાઈડના રસ્તાને સમથળ કરી વૈકલ્પિક માર્ગ તરીકે ચાલુ કરવામાં આવ્યો છે. આ તકે આ વિસ્તારના પર્યાવરણ પ્રેમી જીવરાજભાઈ લિખિયા અને ટ્રાફિક પીએસઆઇ બી.વી.ઝાલા, ભરતભાઇ ભાલોડિયા સહિતની હાજરીમાં શ્રીફળ વધેરીને કેનાલની એક સાઈડના રસ્તાને વૈકલ્પિક માર્ગ તરીકે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેથી બીજી બાજુના માર્ગનું કામ થઈ શકે તે માટે આ માર્ગને વૈકલ્પિક માર્ગ તરીકે ચાલુ કરી દેવામાં આવ્યો છે.