મોરબી : માળીયા મિયાણા તાલુકાના પોકસો અને અપહરણના ગુન્હામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપી મહેશ મોહનભાઇ ભંખોડિયા ઉ.24 રહે.ચાચાવદરડા તા.માળીયા મિયાણા વાળાને મોરબી સર્કલ પોલીસ ઇસ્પેક્ટરની ટીમે રાજકોટના મેટોડા ખાતે આવેલ કારખાનામાંથી ઝડપી લઈ માળીયા પોલીસને હવાલે કર્યો હતો.