3.04 લાખના દારૂ સહિત 6.12 લાખનો મુદ્દામાલ કબ્જે: એક આરોપી ફરાર માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) પોલીસે કચ્છ-મોરબી હાઇવે પર આવેલ શહેનશાહવલીના પાટીયા પાસેથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો લઈને જતા એક આરોપીને ઝડપી પાડ્યો છે.બાતમીના આધારે પોલીસે હાઇવે પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન, બાતમી મુજબની કાર (રજી. નં. GJ-03-NB-3848) આવતા તેને અટકાવી હતી. કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની વ્હીસ્કીની 750 મિ.લિ.ની કુલ 234 સીલપેક બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 3,04,200 આંકવામાં આવી છે. તેમજ કાર અને મોબાઈલ મળી કુલ 6,12,200 ના મુદ્દામાલ સાથે ચાલક સુનીલભાઇ ઉર્ફે ચુકો હકાભાઇ સાકરીયા (ઉ.વ. 29, રહે. રાજકોટ) ને પકડી પાડ્યો હતો. તેમજ દારૂનો જથ્થો મોકલનાર સાધુરામ (રહે. ભચાઉ, કચ્છ) ને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.