મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્કવોડ, એલ.સી.બી.ની ટીમે આજે બાતમીના આધારે મોરબી સબ જેલમાંથી દોઢ વર્ષની બાળકીના અપહરણના કેસમાં છેલ્લા છ માસથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડના માણસો ફરાર આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને મળેલ ખાનગી હકીકત આધારે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કલમ ૩૬૩ હેઠળ દોઢ વર્ષની બાળકીના અપહરણ કેશમાં મોરબી સબ જેલમા રહેલ કાચા કામના આરોપી મનોજ ઉર્ફે ટેટીયા ડેલસીંગ તોલીયાભાઇ મોહનીયા (ઉ.વ.૨૨ રહે.હાલ જામનગર લાલપુર બાયપાસ રોડ જલ્સા હોટલ પાછળ ઝુંપડામાં તાજી.જામનગર મુળ ગામ બળખોદરા તા.ગંધવાની જી.ધાર એમ.પી)ને વચગાળાના તા.૨૦/૦૧/૨૦૨૨ થી તા.૨૨/૦૩/૨૦૨૨ સુધી મુકત કરવામાં આવેલ હોય જે કાચા કામના આરોપીને તા૨૨/૦૩/૨૦૨૨ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર થયેલ ન હોય અને ફરાર થઇ ગયેલ હોય જે કેદી હકીકત આધારે જામનગર લાલપુર બાયપાસ રોડ જલ્સા હોટલ પાછળ ઝૂંડામાંથી મળી આવતા તેને હસ્તગત કરી કોવીડ-૧૯ મેડીકલ તપાસણી કરાવડાવી મોરબી સબ જેલ ખાતે સોપી આપવા તજવીજ કરેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276