મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા છ મહિનાથી ફરાર આરોપી સફવન ઉર્ફે રાજુ હનીફભાઈ અગરિયા રહે.લિયા, સુરેન્દ્રનગર વાળો મોરબીના લાલપર ગામે આવ્યો હોવાની બાતમીને આધારે પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લઈ આરોપીને મોરબી તાલુકા પોલીસને સોંપી આપવા કાર્યવાહી કરી હતી.