મોરબી : મોરબી નજીક પીપળી- બેલા રોડ પર ટ્રેઇલર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના બેલા અને પીપળી વચ્ચે સ્ટાર ગોલ્ડ સીરામીક નજીક ટ્રેઇલર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાણીબેન ભુપતભાઇ વાઢીમા ઉ.વ. ૪૫ રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ , મોરબીવાળાનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news