મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુન્હામાં ફરાર આરોપી શબીર કાસમ જામ, રહે. ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર વાળો મોરબીની રવિરાજ ચોકડી નજીક આવ્યો હોવાની બાતમીને આધારે પેરોલ ફર્લો સ્ક્વોડે આરોપી શબીરને પકડી મોરબી તાલુકા પોલીસને સોંપી આપ્યો હતો.