અધૂરા માસે જન્મેલુ બાળક મળી આવતા પોલીસને જાણ કરાઈ મોરબી :મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર કોઈ અજાણી સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા અધૂરા માસે બાળકનો જન્મ આપી ત્યજી દીધેલી હાલતમાં આ નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી ગઇ છે. હાલ આ બાળક મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર આસ્વાદ પાનની દુકાનની સામે ગટરમાં અધૂરા માસે તાજું જન્મેલું બાળક ઇ આવ્યું હતું. ચાલુ વરસાદે ગટરમાં કોઈ સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા અધૂરા માસે જન્મેલા બાળકને ત્યજી દીધું હોવાનું બહાર આવતા આ બાળકને ફેંકી જનાર સામે ફિટકારની લાગણી વરસી છે. હાલ આ બાળક મળી આવતા તેને હોસ્પિટલમાં ખસેડવા અને આગળની તપાસ માટે સ્થાનિકોએ પોલીસને જાણ કરી છે. તેથી હવે પોલીસ તપાસમાં આ ઘટનાનું સત્ય બહાર આવશે.