શ્રમ અધિકારીએ શેરડીના ચિચોડા માલિક ઉપરાંત બાળકના પિતા સામે પણ નોંધાવી ફરિયાદ હળવદ : હળવદમાં એક શેરડીના ચિચોડે 11 વર્ષનો બાળક જોખમી મજૂરી કામ કરતો હોય અને આ શેરડીના ચિચોડે જોખમી મજૂરી કામ દરમિયાન આ બાળકનો હાથ શેરડી પીલવાના મિશીનમાં આવી ગયો હતો. આથી, શ્રમ અધિકારીએ 11 વર્ષના બાળકને શેરડીના ચિંચોડે જોખમી મજૂરી કામ કરાવવા બદલ શેરડીના ચિચોડા માલિક ઉપરાંત બાળકના પિતા સામે પણ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર શ્રમ અધિકારી મેહુલ મગનભાઇ હીરાણી પટેલે આરોપીઓ શેરડીના ચિંચોડાના માલિક વિજયભાઇ ત્રિભોવનભાઇ ચૌહાણ (રહે.દલવાડી વાસ, ચરાડવા તા.હળવદ, જી. મોરબી) બાળકના વાલી જયંતિભાઇ કલાભાઇ ચૌહાણ (રહે.ક્રિષ્ના હોટલ પાસે ઝુપડપટ્ટીમા, હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૧ ના રોજ સાંજના છ વાગ્યે શ્રમ અધિકારીએ મોરબી ચોકડી હળવદ ટાઉન પાસે શેરડીના ચિચોડે 11 વર્ષની બાળક આ શેરડીના ચિચોડે જોખમી મજૂરી કામ કરતો હતો. આ શેરડીના ચિચોડે જોખમી મજૂરી કામ દરમિયાન 11 વર્ષના બાળકનો હાથ શેરડી પીલવાના મશીનમાં આવી જતા તેને ગંભીર ઇજા થઇ હતી. આથી તેઓએ આ અંગે તપાસ કર્યા બાદ શેરડીનો ચિચોડો ધરાવતા માલિક સામે બાળકને જોખમી મજૂરી કામ કરવા બદલ તેમજ બાળકના પિતાએ પોતાના નાના ભોગબનનાર બાળકને આર્થિક લાભ માટે આરોપીના શેરડીના ચિચોડામાં મજુરી કામે મોકલતા ગંભીર ઇજા થવા અંગે ગુન્હો નોંધાવ્યો છે. આથી, હળવદ પોલીસે બાળ તથા તરૂણ કામદાર અધિનિયમ તથા જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ની કલમ હેઠળ બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.