ટંકારા : વર્તમાન સમયમાં કોરોના મહામારી વિશ્વ, ભારત અને ગુજરાતમાં ઝડપભેર પ્રસરી રહી છે. આવા કપરા સમયમાં રોજગારીનો પ્રશ્ન વિકટ બનેલ છે. ત્યારે બાલગોપાલ સખી મંડળએ મહિલા સશક્તિકરણના ભાગરૂપે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક પગલું ભરેલ છે. મંડળ દ્વારા શરૂઆતમાં બહેનો સાથે મિટીંગ કરેલ ત્યારે મહિલાઓએ જણાવેલ કે રોજગારી માટે જણાવેલ કે તેઓને ઇમીટેશનની કામગીરી, કાપડની કામગીરી, ખોળ વેચાણની કામગીરી, દૂધવેચાણ (ડેરીને લગતી) કામગીરી જેવી વિવિધ કામગીરી કરી શકે એમ છે. ત્યારબાદ બાલગોપાલ સખી મંડળ દૂધ વેચાણની કામગીરી માટે અમૂલ પાર્લરનો રિટેલ સ્ટોર ચાલુ કરવાનું નક્કી કરેલ છે. બાલગોપાલ સખી મંડળમાં કુલ 10 સભ્યો છે. જેમાંથી મોટાભાગના સભ્યો પશુપાલનની પ્રવૃત્તિ સાથે તેમજ દૂધના વ્યવસાય સાથે જોડાયેલ છે. મંડળના પ્રમુખ કાજલબેન બાબુભાઇ ગમારા, મંત્રી બીનાબેન સિંધાભાઇ ટોળીયા, ખજાનજી શિતલબેન બાબુભાઇ ટોળીયાએ અમૂલ પાર્લર ચાલુ કરવા બાબતે મિશન મંગલમ શાખામાં જાણ કરી હતી. ટંકારા તાલુકા પંચાયતની મિશન મંગલમ શાખાની એન.આર.એલ.એમ. યોજના હેઠળ બાલગોપાલ સખી મંડળ અને અમૂલ ડેરી વચ્ચે કરાર કરી રિટેલ વેચાણ અંગેનું જોડાણ કરી આપેલ છે. જેથી, આજરોજ તા. 21ને શુક્રવારના રોજ નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મોરબીનાં ડી. ડી. જાડેજાનાં હસ્તે ટંકારા ખાતે અમૂલ પાર્લરનું ઉદ્દઘાટન કરવામાં આવેલ છે. જેમાં નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મોરબીનાં ડી. ડી. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી એન. એમ. તરખાલા, D.L.M. હિમાંશુભાઈ દલસાણીયા, ડિસ્ટ્રીક APM અજયભાઇ સોલંકી તથા T.L.M. જી. એમ. પંડ્યા, મેહુલ ફેફર, ધનરાજ બોક્ષા તથા સમગ્ર ટીમનાં સહયોગથી આ કામગીરી કરવામાં આવેલ છે.