મોરબી : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની શક્યતાઓ વચ્ચે સામાન્ય માણસને વધુ એક ફટકો પડ્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ અને રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની યાદી પ્રમાણે અમૂલ દૂધના મુખ્ય વેરિઅન્ટ/પેકમાં પ્રતિ લિટર 2થી 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ આવતીકાલ એટલે કે 14 મે 2026 થી સમગ્ર ભારત અને ગુજરાત (અમદાવાદ, સૌરાષ્ટ્ર અને કચ્છ) માં અમલમાં આવશે.અમૂલ દૂધના નવા ભાવ (ગુજરાત - સૌરાષ્ટ્ર અને કચ્છ માટે):● અમૂલ તાજા (500 ML): જૂનો ભાવ 28 રૂપિયા | નવો ભાવ 29 રૂપિયા● અમૂલ તાજા (1 Liter): જૂનો ભાવ 55 રૂપિયા | નવો ભાવ 57 રૂપિયા● અમૂલ ગોલ્ડ (500 ML):** જૂનો ભાવ 34 રૂપિયા | નવો ભાવ 35 રૂપિયા● ગાયનું દૂધ (500 ML): જૂનો ભાવ 29 રૂપિયા | નવો ભાવ 30 રૂપિયા● અમૂલ શક્તિ (500 ML): જૂનો ભાવ 31 રૂપિયા | નવો ભાવ 32 રૂપિયા● અમૂલ ટી-સ્પેશિયલ (1 Liter): જૂનો ભાવ 63 રૂપિયા | નવો ભાવ 66 રૂપિયા● ભેંસનું દૂધ (500 ML): જૂનો ભાવ 37 રૂપિયા | નવો ભાવ 39 રૂપિયાદહીં અને છાશના નવા ભાવ (રાજકોટ ડેરી મુજબ):● અમૂલ પ્રોબાયોટિક છાશ (400 ML પાઉચ):15 રૂપિયા● અમૂલ પ્રોબાયોટિક છાશ (650 ML પાઉચ): 20 રૂપિયા● અમૂલ છાશ (6 L પાઉચ): 174 રૂપિયા● અમૂલ મસ્તી દહીં (380 GM પાઉચ): 35 રૂપિયા● અમૂલ મસ્તી દહીં (200 GM કપ): 25 રૂપિયા● અમૂલ મસ્તી દહીં (80 GM કપ): 10 રૂપિયા● અમૂલ દહીં (700 GM પાઉચ):50 રૂપિયા#MorbiUpdate #AmulMilk #AmulPriceHike #GujaratNews #MorbiNews #AmulTaaza #AmulGold #RajkotDairy #GCMMF #DairyNews #PriceHike