કુલ રોકડ રકમ રૂ. 15,320 જપ્ત મોરબી : મોરબી તાલુકાના અમરાપરા ગામ રમતા ત્રણ શખ્સો પકડાયા છે. અને ચાર શખ્સો ફરાર થઇ ગયા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તમામ સાત આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે. ગઈકાલે તા. 20ના રોજ અમરાપરા ગામમાં આવેલ બહુચર માતાજીના મઢ પાસે આવેલ ચોકમાં પોલીસે રેઇડ પાડી હતી. આ દરમિયાન જુગાર રમતા પ્રેમજીભાઈ જેસંગભાઈ મકવાણા, મનસુખભાઈ ઘેલાભાઈ રુદાતલા તથા હિતેષભાઈ અવચરભાઈ રૂદાતલાની અટકાયત કરવામાં આવી છે. તેમજ નાશી જનાર દિલીપભાઇ શિવાભાઇ મકવાણા, ઓધાભાઇ શિવાભાઇ મકવાણા, ધીરૂભાઇ શીવાભાઇ જખાણીયા તથા વિજયભાઇ વેલાભાઇ રૂદાતલાને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રોકડ રકમ રૂ. 15,320 જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.