જોડિયા તાલુકાના અંબાલા ગામે પુજારી વિરુદ્ધ ફરિયાદમોરબી : જોડિયા તાલુકા પંચાયતની ન્યાય સમિતિના ચેરમેન સાથે ઝઘડો કરી જાતિ પ્રત્યે અમાનિત કરી લાકડીથી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ આરોપી વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાયો છે.બનાવ અંગે જોડિયા તાલુકાના અંબાલા ગામે રહેતા અને જોડિયા તાલુકા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેન ફરિયાદી નાથાલાલ છગનભાઇ સાવરીયા ઉ.63 નામના વૃદ્ધે આરોપી નાગદાન ઉર્ફે નટવરગીરી જેઠાભાઇ કુંભારવાડીયા રહે.મુળ. ફડસર,તા.જી મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ આમરણ ગામે બાલદાઢી કરાવી બસસ્ટેન્ડ નજીક ચા પિતા હતા ત્યારે આરોપી નાગદાન ઉર્ફે નટવરગીરી ત્યાં બાઈક લઈને ઢાઈ આવ્યો હતો અને જાતિ પ્રત્યે અપમાનિત કરી કહ્યું હતું કે તું એજ છો ને જેને મને મંદિરમાંથી કાઢ્યો હતું ? તેમ કહી ઝઘડો કરી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી નાગદાન ઉર્ફે નટવરગીરી વિરુદ્ધ છગનભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટની કલમ સહિત ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.