ખોટા ભભકેદાર આયોજનને બદલે સાદગીપૂર્ણ આયોજનમાં માજી ધારાસભ્ય કાનભાઈ સહિતના અગ્રણીઓએ નવદંપતિને આશીર્વાદ આપ્યા મોરબી : મોરબીના પાટીદાર સમાજ દ્વારા સમાજને નવો રાહ ચીંધવા ભભકેદાર લગ્નસમારોહ યોજવાને બદલે સાદગીપૂર્ણ રીતે ઘડિયાલગ્ન કરવાની પરંપરામાં અમોઘ અને જાનકી નામના વધુ એક દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. મોરબી પટેલ સમાજ વાડી ખાતે વિડજા પરિવારની દીકરી અને સાણંદિયા પરિવારના દીકરાની સગાઈ પ્રસંગે ઘડીયા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતયા પણ હાજર રહી ઘડીયા લગ્નના સાક્ષી બની નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા. શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે સગાઈ પ્રસંગે જ બને વેવાઈ પક્ષે ઘડીયા લગ્ન નું આયોજન કરેલ હતું. જુના ઘાટીલા ગામના ભરતભાઈ ગોવિંદભાઇ વિડજાની સુપુત્રી ચી.જાનકી અને બગથળાના રહેવાસી સ્વ. સંજયભાઈ સુંદરજીભાઈ સાણંદિયા બગથળાના સુપુત્ર ચી. અમોઘની સગાઈ પ્રસંગે બને પક્ષની સહમતી અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૂર્તિયાની હાજરીમાં આ ઘડીયા લગ્ન લેવાયા હતા. આજના આ યુગમાં લોકો ખોટા ખર્ચા બચે અને સાદાઈથી લગ્ન કરે તેવી પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી અપીલને વિડજા અને સાણંદિયા પરિવાર દ્વારા અપનાવી સમાજના અન્ય પરિવારોને પણ સાદગીભર્યા માહોલમાં ઘડિયા લગ્ન યોજવા પ્રેરણારૂપ બન્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..