મોરબી : મોરબી પોલીસે દિવાળીના દિવસે દારૂ જુગારની બદી ડામવા કાર્યવાહી સતત ચાલુ રાખતા હળવદના ઈંગોરાળા ગામે અમીત અને મોરબીમાં હુમાયુ નામના શખ્સો વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાઈ ગયા હતા. હળવદ પોલીસે ઈંગોરાળા ગામે અમિત આશારામભાઇ રાવલના ઘરે દરોડો પાડી વિદેશી દારૂની એક બોટલ કબ્જે કરી હતી. એ જ રીતે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મતવા ચોકમાં દરોડો પાડી મૂળ જામનગરના અને હાલ મોરબી મતવા ચોકમાં રહેતા હુમાયુશા જમાલશા શાહમદારને બે બોટલ દારૂ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.