માળીયા (મી.) : બિપોરજોય વાવાઝોડાને લગતી કરવાની થતી કામગીરીના ભાગરૂપે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લેતા જે સગર્ભા બહેનોને ડિલિવરીની તારીખ નજીક હોય એવા સગર્ભા બહેનોને માળીયા તાલુકાના વવાણિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા. જે 1 સગર્ભા બહેનની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણિયા ખાતે આજે 16 જૂનના રોજ બપોરે 2:43 વાગ્યે વવાણિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. હિનલ દોશી અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. હાલ માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે.