109 ક્વિન્ટલ તલ અને 301 ક્વિન્ટલ ઘઉંની આવક થઈમોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 18 જૂન ને બુધવારના રોજ ઘઉં, તલ, જીરું, બાજરો, જુવાર, મગ, વરીયાળી, ચણા, એરંડા અને ગુવાર બી તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 109 ક્વિન્ટલ એટલે કે 545 મણ તલની આવક થઈ છે. તલના સૌથી ઉંચા ભાવ આજે 1776 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 301 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ભાવ 520 રૂપિયા સુધી બોલાયા છે. તો જીરુંના 3610, બાજરાના 550, જુવારના 745, મગના 1207, વરીયાળીના 1200, ચણાના 1062, એરંડાના 1275 અને ગુવાર બીના 922 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 600 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 700 રૂપિયા, કોબીજના 260 રૂપિયા, કાકડીના 700 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 320 રૂપિયા ભાવ બોલાયા છે.