'આ આફત નહીં પરંતુ મનગમતી મેડિકલ કોલેજ મેળવવાનો નવો અવસર છે': રાજકોટના બેસ્ટ કાઉન્સિલર પ્રતીક કાછડિયાએ વિદ્યાર્થીઓને આપ્યું માર્ગદર્શનમોરબી : NEETની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓની વર્તમાન વિકટ અને સંકટમય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબીની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ નવયુગ સાયન્સ સ્કૂલ અને જ્ઞાનમંજરી દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ, મનોબળ અને આત્મવિશ્વાસ અકબંધ જાળવી રાખવાના હેતુથી એક ભવ્ય 'મોટીવેશનલ સેમિનાર' નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનારમાં રાજકોટના જાણીતા કાઉન્સિલર પ્રતીક કાછડિયા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને વર્તમાન સ્થિતિનો સામનો કરવા માટે ખાસ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, 'આ પરિસ્થિતિ આફત નહીં... પરંતુ એક નવો 'અવસર' બનીને આવી છે. આ સમય વિરામ લેવાનો નથી, પરંતુ આગામી Re-Examમાં ભવ્ય વિજય મેળવવા માટેની પૂર્વતૈયારીનો સુવર્ણ સમય છે.'નવી તૈયારી અને નવા ઉત્સાહ સાથે MBBSનું સ્વપ્ન સાકાર કરવા આહવાનકાઉન્સિલર પ્રતીક કાછડિયાએ વિવિધ રસપ્રદ ઉદાહરણો આપીને વિદ્યાર્થીઓને રી-એક્ઝામ માટે માનસિક રીતે મજબૂત કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, 'નવી સુવર્ણ તક, નવી તૈયારી અને નવા ઉત્સાહ સાથે મહેનત કરીને તમે તમારી મનગમતી કોલેજમાં એડમિશન મેળવી શકો છો અને તમારા MBBS ના સ્વપ્નને સાકાર કરી શકો છો.' આ તકે તેમણે સંસ્થાની સરાહના કરતા જણાવ્યું કે, વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂરો થઈ ગયો હોવા છતાં પણ તેમની કારકિર્દીની ચિંતા કરનારી આવી શાળા મળી છે તે વિદ્યાર્થીઓનું સદભાગ્ય છે. તેમણે સંસ્થા, સંચાલકો અને પ્રિન્સિપાલની આ કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.સંસ્થાના વડા પી. ડી. કાંજીયાએ આપી શુભેચ્છાઓઆ સેમિનારના આયોજન બાદ વિદ્યાર્થીઓમાં એક અલગ જ પ્રકારની સકારાત્મક ચેતનાનો સંચાર થયેલો જોવા મળ્યો હતો. તમામ વિદ્યાર્થીઓ પુનઃ એકવાર નવા જોમ અને જુસ્સા સાથે પરીક્ષાની તૈયારીમાં લાગી જવા માટે કટિબદ્ધ બન્યા હતા. નવયુગ, જ્ઞાનમંજરી અને સમગ્ર ટીમે સાથે મળીને આગામી સમયમાં વધુ શ્રેષ્ઠ રિઝલ્ટ લાવવાની ખાતરી ઉચ્ચારી હતી.આ તકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રિમો પી. ડી. કાંજીયા દ્વારા સેમિનારમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.#Morbi #Education #NEET2026 #ReExam #MotivationalSeminar #NavyugSchool #Gyanmanjari #MorbiUpdates