મોરબી : આજરોજ 1 માર્ચે ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે.ટંકાર-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની વર્ષ 2021-22ની ગ્રાન્ટ માંથી 13.15 લાખ રૂપિયાની કીંમતની એમ્બ્યુલન્સ આજરોજ ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આરોગ્ય સમિતિના ચેરમેન સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચાના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતા જે. દવે, જિલ્લા વહીવટી અધિકારી એમ.વી.જોષી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી. બી. મહેતા, તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાહુલ કોટડીયા તથા તબીબી અધિકારી ડો.એસ.એચ.જીવાણી વગેરે હાજર રહ્યા હતા.આ તકે જિ લ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિએ લોકોમાં આરોગ્ય સુખાકારીમાં વધારો થાય અને આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્યની વધુમાં વધુ સેવાઓ મળે તે સુનિશ્વિત કરવા જણાવ્યું હતું.