મોરબી : સ્વ. કચરાભાઈ અવચરભાઈ અંબાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે શનાળા પટેલ સમાજ વાડીમાં બેસણાના પ્રસંગે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 105 રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ. કચરાભાઈ અંબાણીને શ્રદ્ધાંજલિ આપી હતી. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં બાલુભાઈ, વાલમજીભાઈ, મહાદેવભાઈ, ભાવેશભાઈ, કિશનભાઈ, જયભાઈ અને અંબાણી પરિવારના તમામ યુવાનોએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ સ્વ. કચરા બાપાને શ્રદ્ધાંજલિ આપી હતી અને આયોજકો, રક્તદાતાઓ અને અંબાણી પરિવારના તમામ યુવાનોનો આભાર માન્યો હતો. બેસણા પ્રસંગે શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરી અંબાણી પરિવારે સમાજને પ્રેરણા આપી હતી.