મોરબી : મોરબીના ખરેડા ગામે આગામી તારીખ 25/1/2024ને ગુરુવારે અંબાજી માતાજીનો પ્રાગટ્ય દિન ઉજવાશે. ખરેડા મંદિરે માતાજીનું પૂજન-અર્ચન, રાસ-ગરબા, ધ્વજારોહણ, આરતી તથા કેક કાપીને પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવશે.તારીખ 25/1/2024ના રોજ વિવિધ કાર્યક્રમોમાં સવારે 7:00 કલાકે મંગળા આરતી, 9:30 કલાકે માતાજીનું પૂજન, 10:00 કલાકે ધજાજીનું સામૈયું, 10:30 કલાકે ધ્વજારોહણ, 10:45 કલાકે અલ્પાહાર, 11:00 કલાકે ગરબી મંડળની બાળાઓના રાસ ગરબા, 12:00 કલાકે પરિવારની બહેનોના રાસ ગરબા, 12:30 કલાકે કેક કટીંગ, બપોરે 1:00 કલાકે પ્રાસંગિક પ્રવચન, 1:15 કલાકે અન્નકૂટ દર્શન તથા આરતી તેમજ 1:30 કલાકે સમૂહ પ્રસાદ યોજાશે. દરેક પરિવારને અન્નકોટમાં ધરાવવા ઘરેથી બનાવેલી વસ્તુ લાવવા ઉપરાંત દરેક બહેનોને લાલ રંગની સાડી પહેરવા જણાવ્યું છે. પૂનમના યજમાન પદે સ્વ.મંગળાગૌરીબેન ચુનીલાલ કાથરાણી તથા ચુનીલાલ કાળીદાસભાઈ કાથરાણી પરિવાર રહેશે.