મોરબી : 152 વર્ષની ઉંમરના રાજસ્થાનના સંત આનંદમુનીજી મહારાજે મોરબીના રામધન આશ્રમ ખાતે પધરામણી કરી હતી આ તકે રામધન આશ્રમ દ્વારા મહારાજશ્રીની ભવ્ય આગતા સ્વાગતા કરી સુંદરકાંડના પાઠ પણ યોજવામાં આવ્યા હતા. મોરબીના રામધન આશ્રમ ખાતે હનુમાનજીના ઉપાસક એવા રાજસ્થાનના આનંદમુની મહારાજની પધરામણી થતા રામધન આશ્રમના મા રત્નેશ્વરી દેવીએ સન્માન કર્યું હતું. તેમજ મહંત મા ભાવેશ્વરી દેવી દ્વારા સુંદરકાંડના પાઠ યોજાયા હતા અને આ પ્રસંગે અનેક ભક્તોએ આનંદમુનીજીના દર્શનનો લાભ લીધો હતો.